કડી નગરપાલિકાની વેબસાઈટ પર

આપનું હાર્દિક સ્વાગત છે...

શહેર વિશે

સને ૧૯૪૯માં બરોડા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થવાથી ૧-૮-૧૯૪૯થી બોમ્બે મ્યુ. એક્ટ ૧૯૦૧ અમલી બનતા કડી નગરપાલિકા અસ્તિત્વમાં આવી, તે પહેલા વડોદરા રાજયનો સવંત ૧૯૮૩નો બ વર્ગ સુધરાઇ નિબંધ લાગુ હતો. તેના અધ્યક્ષ તત્કાલીન સુધરાઇ નિબંધ મુજબ વહીવટદાર ગણાતા અને ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓમાથી ઉપાધ્યક્ષ ચૂંટાતા ત્યાર બાદ ગુ.મ્યુ.એક્ટ ૧૯૬૩ અમલમાં આવતા તેનું પ્રથમ નગરપંચાયત અને ત્યાર બાદ ૧-૧-૬૫ થી ક વર્ગની નગરપાલિકામાં રૂપાંતર થયેલું હાલમાં કડી નગરપાલિકા બ વર્ગની છે. કડી શહેર સમુન્દ્ર સપાટીથી ૫૯.૫ મીટર ઉંચાઇ ધરાવતું નગર છે. જે ૨૩.૧૭.પ ઉત્તર અક્ષાંશ અને ૭૨.૧૯.૫ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. હાલ કડી શૈક્ષણિક, ધાર્મિક, કોટન, આરોગ્ય, ગ્લાસ, સિરામિક્સ, એન્જિનીયરીંગ તથા નર્મદા વાય જંકશનથી વિશેષ ઓળખ ધરાવે છે.

ફોટો ગેલેરી